મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ


SHARE











મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ

મોરબીમાં રહેવા માટે આવેલા યુવાનના કાકા કાકા વિદેશી દારૂનું વેચાણ કરતાં હોય તેની સામે કેસ થયો હતો જેની બાતમી યુવાને આપી હોવાની શંકા રાખીને તેના ઉપર સગા કાકા સહિત કુલ 4 શખ્સોએ હુમલો કર્યો હતો અને યુવાન ઉપર ફાયરિંગ કર્યું હતું તેમજ તીક્ષ્ણ હથિયારના 15 જેટલા ઘા તેના શરીર ઉપર માર્યા હતા. જેથી ગંભીર ઇજા પામેલ યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે હત્યાના ગુનામાં ચારેય આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.

મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી હનીફભાઈ ગફુરભાઈ ભટ્ટી (35) નામના યુવાન થોડા સમય પહેલા જ મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરામાં રહેવા માટે આવેલ હતો અને આ યુવાન શનિવારની રાતે તેના ઘરે હતો ત્યારે તેના ઘર પાસે યુવાનના સગા કાકા ફારુકભાઈ અલારખાભાઈ ભટ્ટી તેમજ તેનો દીકરો રિયાઝ ફારુકભાઈ ભટ્ટી અને સમીર જાકીરભાઈ સૈયદ અને નઝિમ મુન્નાભાઈ દિવાન નામના ચાર શખ્સો આવ્યા હતા અને હનીફભાઇ કશું જ સમજે તે પહેલા તેના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને છરી તેમજ ધારિયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં હનીફ્ભાઈને ગોળી વાગી હતી તેમજ  છરી અને ધારિયાના 15 જેટલા ઘા હનીફભાઇને મરવામાં આવ્યા હતા જેથી તેનું મોત નિપજ્યું હતું

મોરબીમાં આજે ડીવાયએસપી વિરલ દલવાડીની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, મૃતક યુવાનના ભાઈ ઇરફાનભાઇ ભટ્ટીની ફરિયાદ લેવામાં આવી હતી અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં બી ડિવિઝન પીઆઇ જે.ડી. સરવૈયા અને તેઓની ટીમે ગણતરીની કલાકોમાં મૃતક યુવાનના કાકા ફારુકભાઈ અલ્લારખભાઇ ઉર્ફે બટુક કવાલ ભટ્ટી તેમજ તેના દીકરા રિયાઝભાઈ ફારુકભાઈ ભટ્ટી અને સમીરભાઈ જાકીરભાઇ પીરજાદા તથા નાઝીનભાઈ દિલાવરભાઈ દીવાન રહે. બધા થાનગઢ વાળાની ધરપકડ કરી છે.

વધુમાં ડીવાયએસપીએ જણાવ્યુ હતું કે, મૃતક યુવાનના કાકા આરોપી ફારૂકભાઈ ઇંગ્લિશ દારૂનો ગેરકાયદે ધંધો કરતા હોય તેના ઉપર કેસ થયો હતો જેની બાતમી મૃતક હનીફભાઈ ભટ્ટીપોલીસને આપી હોવાની શંકા રાખીને તેના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં હનીફભાઈની હત્યા કરવામાં આવેલ છે આ ગુનામાં પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે હાલમાં એક પિસ્તોલ, છરી અને ધારિયા તેમજ ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ સ્કોર્પોયો ગાડીને કબ્જે કરવામાં આવેલ છે. અને ચારેય આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે.






Latest News