મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા


SHARE







ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા

મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ખાનગી કંપનીના વીજપોલ મામલે આંદોલન અને વિરોધ ચાલી રહ્યો છે તેવામા ન માત્ર જેતપર કે મોરબી જિલ્લો પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેના માટેના પ્રયાસ ચાલી રહ્યા છે તેવું નિવેદન રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ અપાયું છે અને નજીકના દિવસોમાં ખેડૂતોનો વીજ પોલ અને વીજ વાયરના વળતર માટેનો પ્રશ્ન ઉકેલાઈ જશે અને ખેડૂતોને વધુમાં વધુ વળતર પણ મળશે તેવી ખાતરી આપી છે.

મોરબી જિલ્લામાં હાલમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના વતન એટલે કે જેતપુર ગામે ખેડૂતો દ્વારા ખાનગી કંપનીના વીજ પોલના વળતર અને વીજ વાયરના વળતર બાબતે આંદોલન ચલાવી રહ્યા છે અને આમરણાંત ઉપવાસ આંદોલન ચાલુ છે તેમાં ખુદ મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નાનાભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે ફૂલ મળીને ત્રણ મહિલા સહિત નવ વ્યક્તિઓ હાલ આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહ્યા છે અને આ આંદોલન દિવસેને દિવસે વેગ પકડી રહ્યું છે તેવામાં આજે રાજ્યના મંત્રી તેમજ મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને મૂળ જેતપરના રહેવાસી કાંતિભાઈ અમૃતિયાએ એક મોટું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું હતું કે ન માત્ર જેતપુર કે મોરબી પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતો ને ફાયદો થાય અને વધુમાં વધુ વળતર તે લોકોને મળે તેના માટેના પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ બાબતે તેઓએ રાજ્યના મુખ્યમંત્રી અને ન્યાય મુખ્યમંત્રી ને રજૂઆત પણ કરેલી છે આટલું જ નહીં પરંતુ થોડા દિવસો પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા હર્ષભાઈ સંઘવી સાથે તેઓ અને જીતુભાઈ વાઘાણી સહિતના મંત્રીઓએ વીજ પોલ અને વીજ વાયરના ખેડૂતોના વળતર મામલે મીટીંગ પણ કરી હતી અને તેમાં ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેના માટેની ચર્ચા કરવામાં આવી હતી. અને અંતમાં કાંતિભાઇ અમૃતિયાએ કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી તેમજ સરકાર હંમેશા ખેડૂતોની સાથે છે અને ખેડૂતોના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી.






Latest News