મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત
ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી
SHARE
ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની સામે વળતર માટે થઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આમરણાંત આંદોલનના ચોથા દિવસે રાત્રે હકાભા ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર મોરબી જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ ઘણા બધા ખેડૂતો આવ્યા હતા અને વિશાળ સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં યોજાયેલ લોકડાયરાના મંચ ઉપરથી “ખેડૂતોની માંગણીઓ પૂરી કરો કેમકે હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે તેવી હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ સરકારને વિનંતી કરી હતી.
મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી ખાનગી વીજ કંપની સામે પૂરતા વળતર માટે થઈને લડત ચલાવવામાં આવી રહી છે અને છેલ્લા ચાર દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે આજે આમરણાંત આંદોલનનો પાંચમો દિવસ છે અને ચોથા દિવસે રાત્રે ઉપવાસી છાવણી ખાતે હાસ્ય કલાકાર હકાભા ગઢવી સહિતના કલાકારોનો લોક ડાયરો યોજાયો હતો જેમાં ન માત્ર મોરબી તાલુકો કે જિલ્લો પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા અને આ લોક ડાયરા દરમિયાન હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ ડાયરાના મંચ ઉપરથી સરકારને વિનંતી કરતા કહ્યું હતું કે “ખેડૂતોની જે માંગણી છે તે પૂરી કરો કેમકે હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે, આજની તારીખે એક એક ખેડૂત ઉપર ઓછામાં ઓછું પાંચ-પાંચ લાખ રૂપિયાનું દેણું છે” હાલમાં ખેડૂતો પોતાના હક માટે થઈને લડાઈ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને મદદરૂપ થવાની ભાવના સાથે તેઓ એક પણ રૂપિયો લીધા વગર આ લોક ડાયરામાં આવ્યા છે તેવી પણ વાત તેઓએ કરી હતી.
વધુમાં તેઓએ કહ્યું હતુ કે, ચાર મહિના પહેલા હકાભા ગઢવીને ખેડૂતો માટે લોક ડાયરો કરો તો જે ચાર્જ લેતા હોય તેનો બમણો આપવાની ચેલેન્જ આપવામાં આવી હતી. પરંતુ જેતપર ગામે યોજાયેલા લોક ડાયરામાં હકાભા ગઢવીએ એક પણ રૂપિયો લીધા વગર આવીને તે ચેલેન્જને પૂરી છે અને આટલું જ નહીં આ એક કાર્યક્રમ નહીં ખેડૂતોના હિત માટે આવા 50 કાર્યક્રમો કરવાના હોય તો તેના માટે તેઓ એક પણ રૂપિયો લેશે નહીં તેવીઉ જાહેરાત પણ તેઓએ કરી હતી. તેમજ ડાયરામાં હાજર રહેલા ખેડૂતોને તેઓએ કહ્યું હતું કે, હું આપને વચન આપું છું કે “આખી જિંદગી ક્યારે પણ રાજકારણમાં જવાના નથી”
હાલમાં જે આંદોલન જેતપર ગામે ચાલી રહ્યું છે તેની પ્રસંશા કરતાં હકાભા ગઢવીએ કહ્યું હતું કે, આ હક માટેના આંદોલનમાં ખેડૂતો દ્વારા નેતાઓને બાદ રાખવામા આવેલ છે અને ખેડૂતો સ્વયંભૂ રીતે આંદોલન ચલાવી રહ્યા છે જેથી આ આંદોલનને નેતાઓ તમારી દિશાને ભટકાવી શકશે નહીં અને ખેડૂતો એકતા જાળવી રાખશે તો સો ટકા તેઓની માંગણી પણ સરકાર અને કંપનીએ પૂરી કરવી પડશે વધુમાં તેમણે કહ્યું હતું કે એક નહીં એક લાખ અવાજ જ્યારે એક સાથે બોલાવે ત્યારે ભગવાન પણ સાંભળે છે તો સરકાર પણ સાંભળશે અને ખેડૂતોને ન્યાય પણ મળશે તેવી લાગણી તેઓએ લોક ડાયરાના મંચ ઉપરથી વ્યક્ત કરી હતી









