મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ


SHARE







મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ

મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે નદીના પાણીના વેણમાં તણાઈ જવાથી મૃત્યુ પામેલા ૩ મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકારની મૃત્યુ સહાય અન્વયે રૂ.૪ લાખની આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાદિવંગતોના પરિવારોને સાંત્વના પાઠવી હતી.

માળિયા તાલુકાના ઘાંટીલા ગામે નદીના પાણીમાં તણાઈ જવાથી અવસાન પામેલા ગેલાભાઈ નોંધાભાઇ હાડગરા તેમજ વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે ડેમી નદીના પાણીમાં તણાઈ જવાથી અવસાન પામેલા સિરાજભાઈ ખમીશાભાઇ સંધી અને તેમના ૭ વર્ષીય પુત્ર કાસિબ સિરાજભાઈ સંધીના શોકગ્રસ્ત પરિવારજનોને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી અને સહાયના ચેક અર્પણ કરાયા હતા. આ તકે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા અને દિવંગતોની આત્માની શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.




Latest News