વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પરિવારની યુવતી ગુમ


SHARE







મોરબી સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પરિવારની યુવતી ગુમ

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉમા ટાઉનશીપ નજીક આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ કરમશીભાઈ તારબુંદીયા સતવારા (45)એ બી ડીવીઝન પોલીસ મથક ખાતે જાહેર કયુર્ં હતું કે તા.3/8ના બપોરના બે વાગ્યાના અરસામાં ઘરે કોઈને કંઈ કહ્યા વગર તેઓની દીકરી ક્રિમિસા પ્રવીણભાઈ તારબુંદીયા (20) ઘરેની નીકળી હતી. જે મોડે સુધી પરત ન આવતા પરીવારે ઘરમેળે શોધખોળ કરી હતી. છતા ક્રિમિસાબેનનો પત્તો ન લાગતા પોલીસને જાણ કરાઈ હતી.

યુવાન સારવારમાં
 મોરબીના ગાળા ગામ નજીક ટ્રકની તાડપત્રી બાંધતા સમયે પગ લપસી જતા પડી જવાથી ઈજાગ્રસ્ત થયેલા સફુરભાઈ ગનીભાઈ સંધી (25) રહે. જોધપુર રાજસ્થાનને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો. જયારે લાલપર પાસેના કારખાના નજીક મારામારીનાં બનાવમાં ઈજા પામેલા જગદીશ રણધીરસિંગ (34) રહે. લાલપરને સારવારમાં ખસેડાયો હતો. બેલા ગામ નજીક રહેતા રીટાબેન કટારા (21)ને પતિએ માર મારતા સારવાર માટે શિવમ હોસ્પિટલે લઈ જવાયા હતા.

મારામારી
 પંચાસર ગામે રહેતા કિશોરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (30)ને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે મોરબી લવાતા તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી તપાસ કરી હતી. જયારે મુળ ઉતરપ્રદેશનો અને હાલ મોરબી આરટીઓ કચેરી પાસે આવેલ પેપરમીલના લેબર રૂમમાં રહી મજુરીકામ કરતા રાજારામ સુમેરા (50) નામના આધેડને કામ દરમ્યાન ઈજા થતા સારવાર માટે ઓમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત
 મોરબી-કંડલા બાયપાસ જુની આરટીઓ કચેરી નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા મનોજ શંકરભાઈ સીતાપરા (30) રહે. આનંદનગર અને વિશાલ કાળુભાઈ મુછડીયા (31) રહે. ઉમિયાનગર સામાકાંઠેને 108 વડે અહિની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જયારે ઘુંટુ રોડ ઉપર બાઈક સ્લીપ થતા ઈજા પામેલા નિલેશ બાબુભાઈ ચૌહાણ (30) રહે. ઘુંટુ રોડને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જયારે ભરતનગર ગામે પેટ્રોલ પંપ નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત થતા ઈજા પામેલા ગોવિંદભાઈ ભુપતભાઈ દેવીપૂજક (32) રહે. દયાપર જી.કચ્છને મોરબીની ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયો હતો. તેમજ માણેકવાડા ગામે જીવડુ કરડી જતા આશાબેન બબલુભાઈ ઓસારી (35)ને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલે ખસેડાયા હતા. જયારે વાંકાનેર ગાયત્રી મંદિર પાસે સાપ કરડી જતા ત્યાં રહેતા હનીફાબેન અકબરભાઈ શાહમદાર (37)ને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા




Latest News