વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે ભાજપની પ્રવેશબંધીનું ગામના ખેડૂતોએ વાજતે ગાજતે લગાવ્યું બેનર


SHARE







હળવદના જુના દેવળીયા ગામે ભાજપની પ્રવેશબંધીનું ગામના ખેડૂતોએ વાજતે ગાજતે લગાવ્યું બેનર

મોરબી જિલ્લાના જુદા જુદા ગામોમાં ભાજપના નેતાઓને આગેવાનોને વાસ્તે આવકારવામાં આવતા હોય તેવા દ્રશ્યો તો તમે ઘણી વખત જોયા હશે પરંતુ હવે ભાજપની પ્રવેશબંધીના જુદા જુદા ગામોની અંદર વાંચતે જાતે બેનર લાગી રહ્યા છે તેવામાં હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે ગામના લોકો દ્વારા ભાજપની પ્રવેશબંધીને લગતું ઢોલ નગારા સાથે વાત તે જાતે ગામના દરવાજા ઉપર બેનર લગાવવામાં આવ્યું છે અને ભાજપના નેતાઓ, ઉમેદવારો અને પક્ષની પ્રવેશબંધી કરવામાં આવી છે.

મોરબીના જેતપર ગામે છેલ્લા ઘણા 3 મહિનાથી ખાનગી વીજ કંપનીના વીજપોલ અને કોરિડોર સામે પૂરતા અને પહેલા વળતરની માંગ સાથે ખેડૂતોની આંદોલન ચાલી રહ્યું છે. દરમ્યાન સરકારે નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી હતી જેનો ખેડૂત દ્વારા અસ્વીકાર કરવામાં આવેલ છે અને આંદોલન ચાલુ જ રાખવામા આવ્યુ છે અને ખેડૂતોની માંગણી મુજબ ખેડૂતને વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે તેવું ખેડૂતો કહી રહ્યા છે.

જેતપર આંદોલન સમિતિના સભ્ય જણાવ્યુ હતું કે, ખેડૂતોએ તેની માંગણીઓ સરકાર સુધી પહોચાડી હતી તો પણ સરકાર દ્વારા ખેડૂતોને પૂરતું વળતર મળે તે પ્રકારનો હજુ સુધી નિર્ણય કરવામાં આવ્યો નથી જેથી ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. અને હવે ગામો ગામ ભાજપના વિરોધમાં બેનર લગાવવામાં આવી રહ્યા છે. અને જો વર્ષ 2027 ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોનો પ્રશ્ન નહીં ઉકેલાય તો ભાજપના ઉમેદવારો અને ભાજપ પક્ષે ગામમાં મત માંગવા માટે આવવું નહીં તેવા ભાજપની ગામમાં પ્રવેશબંધીને લગતા બેનરો ગામો ગામ લગાવવામાં આવી રહ્યા છે.

દરમ્યાન મોરબી જિલ્લામાં ધીમેધીમે કરતાં એક કે બે નહીં પરંતુ 50 જેટલા ગામોમાં ખેડૂતોએ ખાનગી વીજ કંપની પાસેથી વધુ વળતર મળે તે માટે સરકાર દ્વારા નવી વળતર નીતિ જાહેર ન કરવામાં આવે તો આગામી વર્ષ 2027 માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે મત માંગવા માટે આવવું નહીં તેવા બેનર લગાવ્યા છે. તેવામાં હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ગામના લોકો દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ગામમાં ભાજપ પક્ષની પ્રવેશ બંધીને લગતું બેનર લગાવવામાં આવ્યું હતું આમ અગાઉ ભાજપને વાજતે ગાજતે ગામમાં ખેડૂતો આવકારતા હતા પરંતુ હવે ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર મેળવવા માટે જે આંદોલન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે ભાજપની પ્રવેશબંધી પણ હવે વાજતે ગાજતે કરવામાં આવી રહી છે




Latest News