વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ સિરામિક સીટીમાંથી કોલેજ જવાનુ કહીને નીકળેલ યુવતી ગુમ


SHARE







મોરબી નજીક આવેલ સિરામિક સીટીમાંથી કોલેજ જવાનુ કહીને નીકળેલ યુવતી ગુમ

મોરબીના લાલર ગામ પાસે સિરામિક સીટી ખાતે રહેતી યુવતી કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળી હતી અને ત્યારબાદ તે ઘરે પરત આવી ન હતી જેથી પરિવારજનો દ્વારા તેને શોધવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ યુવતીનો કોઈ જગ્યાએથી પતો નહીં લાગતા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં યુવતી ગુમ થઈ હોવાની ગુમસુધા ફરિયાદ યુવતીની માતા દ્વારા આપવામાં આવી છે જેના આધારે પોલીસે ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે

મોરબી નજીકના લાલપર ગામ પાસે સિરામિક સીટી ખાતે રહેતા જયશ્રીબેન ચંદુભાઈ ચાવડા (37મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓની દીકરી સમીક્ષાબેન ચંદુભાઈ ચાવડા (20) ગત તા. 4/8 ના સવારે 11:30 વાગ્યાથી ગુમ થઈ હોવાની ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુમ થયેલ યુવતીને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે વધુમાં મળતી વિગત પ્રમાણે ગુમ થયેલ યુવતી પોતાના ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી અને ત્યારબાદ તે ઘરે પાછી આવી ન હતી જેથી હાલમાં પોલીસ અને પરિવારજનો દ્વારા યુવતીને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના માણેકવાડા ગામે રહેતા રમેશભાઈ ચૌહાણ (35) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં નાની વાવડી ગામ પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપીના બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

કચ્છ મુદ્રાના રહેવાસી રાહુલ સોલંકી (25) નામના યુવાનને મોરબીના માળિયા હાઇવે રોડ પર ભરતનગર ગામ પાસે વાહન ચાલકે ઠોકર મારતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News