મોરબીમાં જુદાજુદા બે સ્થળે આગ લાગતાં દોડધામ: કોઈ જાનહાનિ નહીં
માળીયા (મી)ના હરિપર પાસે એસટીની પાછળ ટ્રક અથડાતાં બે મુસાફર મહિલાને ઇજા: બસમાં નુકશાન
SHARE
માળીયા (મી)ના હરિપર પાસે એસટીની પાછળ ટ્રક અથડાતાં બે મુસાફર મહિલાને ઇજા: બસમાં નુકશાન
માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામના પાટીયા પાસે રોડ સાઇડમાં પાર્કિંગ લાઈટ ચાલુ રાખીને એસટીની બસ ઉભી રાખવામાં આવી હતી ત્યારે પાછળથી આવી રહેલા ટ્રકના ચાલકે એસટીની બસમાં ટ્રક અથડાવ્યો હતો જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં એસટી બસમાં નુકસાન થયું હતું તેમજ બસની અંદર મુસાફરો પૈકી બે મહિલાઓને ઈજા થઈ હોવાથી બંને ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ એસટીના ડ્રાઇવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સીદસર ગામના રહેવાસી અને એસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા યોગીરાજસિંહ વનરાજસિંહ જાડેજા (32) એ ટ્રક નંબર ડીડી 1 આર 9598 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે માળીયા કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ હરીપર ગામના પાટીયા પાસે આરોપીએ બેફિકરાયથી પોતાનો ટ્રક ચલાવ્યો હતો અને રોડ સાઈડમાં પાર્કિંગ લાઈટ ચાલુ કરીને ફરિયાદીએ તેના હવાલા વાળી એસટી બસ નંબર જીજે 18 ઝેડટી 0134 ને ઊભી રાખી હતી તેવામાં તેની પાછળના ભાગે ટ્રક ચાલકે તેનો ટ્રક અથડાવ્યો હતો. જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બસમાં નુકસાની થઈ હતી તે ઉપરાંત બસની અંદર બેઠેલા પેસેન્જર પ્રીતિબેન મુનેશ્વર શર્મા (38) રહે.મુંદ્રા કચ્છ નામના મહિલાને પગના ભાગે ઇજા ઇજા થઈ હતી જ્યારે પ્રતિભાબેન યશવંતરાય મુનિ (70) રહે.દ્વારકા નામના વૃદ્ધાને કમરના ભાગે ફેકચર જેવી ઇજા થઈ હતી જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ એસટીના ડ્રાઈવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
અકસ્માતમાં ઇજા પામેલ યુવાન સારવારમાં
મૂળ આટકોટના રહેવાસી અને હાલમાં હળવદમાં આવેલ રૂદ્રપાર્ક બે ખાતે રહેતા વેપારી સંજયભાઈ ધીરુભાઈ રાઠોડ (34)એ કાર નંબર જીજે 36 એજે 9229 ના ચાલક હસમુખભાઈ મહાદેવભાઇ રાઠોડ રહે. ચરાડવા વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ જનતા હોટલ સામેથી તેઓ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઈક નંબર જીજે 36 કયું 9059 ને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને જમણા હાથમાં કોણી પાસે ફેકચર જેવી ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.