વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર તરફ જવાના રસ્તા ઉપર આવેલ જીએડીસી પાસેથી ડબલ સવારી બાઈક થોડા દિવસો પહેલા પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતુ જેથી એક યુવાનનું ઘટના જ્યારે બીજા યુવાનનું સારવાર દરમિયાન મોત  નીપજયું હતું જે બનાવમાં પોલીસે મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મૂળ રાજસ્થાનના રહેવાસી મદનલાલ ગુલજારીદાસ સ્વામી (46)ટ્રક નંબર જીજે 12 એટી 7583 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, લજાઈ ગામથી વાંકાનેર તરફ જવાના રસ્તા ઉપર આવેલ જીઆઇડીસી પાસેથી ફરિયાદીનો દીકરો બાઈક નંબર જીજે 36 બીએ 2565 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ફરિયાદીના દીકરા કાનારામ અને તેના મિત્ર ધર્મેન્દ્ર બંનેને માથામાં અને શરીર જાઓ થઈ હતી અને કાનારામ મદનલાલ સ્વામી (23) નું ઘટના સ્થળ મોત નીપજયું હતું જ્યારે ધર્મેન્દ્ર વિજયભાઈ દયાલ નામના યુવાનને સારવારમાં ખસેડાયો હતો જેનું પણ ટૂંકી સારવારમાં મોત નીપજયું હતું. જેથી અકસ્માતના બનાવમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News