માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત


SHARE











માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત

માળીયા મીયાણા ખાતે રહેતી યુવતીએ ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક  સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજયું હતું આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા મીયાણામાં રહેતી સાઇનાબેન હૈદરભાઈ મોવર (18) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તે યુવતીનું મોત નીપજયું હતું જેથી તેને મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને યુવતીએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

થાનના સરોડી ગામે રહેતા અર્ચનાબેન હરગોવિંદભાઈ રામાવત નામની મહિલા કોઈ કારણોસર બાળવાની દવા પી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારા મારીમાં ઇજા

મોરબીમાં આવેલ શ્યામ પાર્ક વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં શ્યામ પાર્કમાં રહેતા વર્ષાબેન કમલેશભાઈ બોપલિયા (38) તથા ચેતનાબેન નિલેશભાઈ (35) રહે. ઉમા ટાઉનશીપ મોરબી વાળાઓને ઇજાઓ થઈ હતી જેથી બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી 

મારા મારીમાં ઇજા

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે સીએનજીના પંપ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં લાભુબેન મનસુખભાઈ વાઘેલા (35)ને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

યુવતીને માર માર્યો

મોરબીના પાસે આવેલ હરિ ઓમ પાર્કમાં રહેતા કિરણબેન સુરેશભાઈ મારોલીયા (17) નામની યુવતીને લાકડાના ધોકા વડે માર મારવામાં આવતા ઈજા થઈ હતી જેથી યુવતીને સારવાર માટે મોરબ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌશાળાની સામેના ભાગમાં રહેતો દેવાંગભાઈ ઝાલા (26) નામનો યુવાન જોધપર ડેમ પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનાવની પોલીસને જાણ કરાઇ છે






Latest News