મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા પાસે અન્ય વાહન વાળા સાથે ઝઘડો કરનારને ઠપકો આપનારા યુવાનને ફોર્ચ્યુનારના ચાલકે મોઢામાં ઢીકા મારીને કારમાં નુકશાન કર્યું


SHARE





ટંકારાના મિતાણા પાસે અન્ય વાહન વાળા સાથે ઝઘડો કરનારને ઠપકો આપનારા યુવાનને ફોર્ચ્યુનારના ચાલકે મોઢામાં ઢીકા મારીને કારમાં નુકશાન કર્યું

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મિતાણા બ્રિજ પાસે ફોર્ચ્યુનાર કારનો ચાલક અન્ય વાહન વાળા સાથે ઝઘડો કરતો હતો ત્યારે કાર લઈને નીકળેલા યુવાને તેને સાઈડમાં વાહન રાખીને બોલાચાલી કરવા માટે કહ્યું હતું જેથી કરીને ફોર્ચ્યુનાર કારનો ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે યુવાનને ગાળો આપીને મોઢા ઉપર ઢીકા માર્યા હતા તેમજ પોતાની ફોર્ચ્યુનાર કારને રિવર્સમાં લઈને યુવાનની ઇલેક્ટ્રીક કાર સાથે અથડાવી હતી જેથી યુવાનની કારમાં આગળના બોનેટમાં નુકસાન થયું હતું જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ ઘૂટું ગામના રહેવાસી અને હાલમાં રવાપર રોડ ઉપર આવેલ ગોલ્ડન એલિટ્ટા બહુચર માતાજીના મંદિરની પાછળના ભાગમાં રહેતા દીપકભાઈ દેવજીભાઈ વીરપરિયા (43)ફોર્ચ્યુનાર કાર નંબર જીજે 36 એપી 2728 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા ગામનો બ્રિજ ઉતરતા રોડ ઉપર ફોર્ચ્યુનર ગાડીનો ચાલક અન્ય વાહન ચાલક સાથે ઝઘડો કરતો હતો જેથી ફરિયાદીએ વાહન સાઈડમાં લેવા માટે થઈને કહ્યું હતું ત્યારે ફોર્ચ્યુનાર કારના ચાલકે તેની સાથે બોલાચાલી કરી હતી અને ઉશ્કેરાઈ જઈને ફોર્ચ્યુનરના ફરિયાદીને ગાળો આપી હતી તેમજ મોઢા ઉપર ઢીકા માર્યા હતા અને પોતાની ફોર્ચ્યુનર ગાડીને બેફિકરાયથી રિવર્સમાં લઈને પાછળ ઉભેલ ફરિયાદીની મહેન્દ્ર કંપની ઇલેક્ટ્રિક કાર નંબર જીજે 36 એઆર 2061 માં ફોર્ચ્યુનાર ગાડી અથડાવી હતી જેથી ઇલેક્ટ્રિક કારમાં આગળના બોનેટના ભાગે નુકસાન થયું હતું અને યુવાનને માર મારવાની ધમકી આપી હતી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News