મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા


SHARE





આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા

કચ્છ જિલ્લાના આદિપુર ખાતે રહેતો યુવાન તેના પત્ની, સાળી, દીકરી અને દાદી સાથે દ્વારકા ખાતે દર્શન કરવા માટે થઈને પોતાની કાર લઈને જતો હતો ત્યારે મોરબીની પીપળીયા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કારમાં બેઠેલ વ્યક્તિઓ પૈકી યુવાનની સાળીને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું જ્યારે ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કચ્છના આદિપુર ખાતે બુધ્ધનગરમાં રહેતા પ્રિન્સભાઇ ધર્મેન્દ્રભાઈ વઘમસી (28) પોતાની કારમાં તેમના પત્ની અંજલીબેન પ્રિન્સભાઈ વઘમસી (27),  દાદી જશોદાબેન મનજીભાઈ વઘમસી (75), દીકરી આધ્યાબેન પ્રિન્સભાઈ વઘમસી (3) અને સાળી એકતાબેન અરવિંદભાઈ કટારીયા (21) ને આદિપુરથી દ્વારકા ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા દરમિયાન માળિયા તરફથી પીપળીયા ચાર રસ્તા તરફ જવાના રસ્તા ઉપર આવેલ બરાર ગામના પાટીયા નજીક ટ્રક સાથે કારનો અકસ્માત થયો હતો જે બનાવમાં એકતાબેન કટારીયાને ગંભીર જાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જોકે, પ્રિન્સ ભાઈ તેના પત્ની, દીકરી તેમજ દાદીને ઈજાઓ થઈ હોવાથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News