મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે


SHARE





હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે

હળવદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ કવાડિયા ચેકપોસ્ટ પાસેથી આઇસર ટ્રક પસાર થઈ રહ્યો હતો જે ટ્રકને રેન્જ આઇજીની ટીમ દ્વારા રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની મોટી કુલ મળીને 9,456 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ, વાહન, મોબાઈલ વગેરે મળીને 52.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને માલ મોકલાવનાર તથા ટ્રક આપનારના નામ સામે આવ્યા હોય તેના સહિત તપાસમાં જેના નામ ખૂલે તે તમામની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ કવાડિયા ચેકપોસ્ટ પાસેથી આઇસર ટ્રક નંબર એચઆર 38 એઇ 0201 પસાર થઈ રહ્યું હતું જેને રેન્જ આઈજીની ટીમ દ્વારા રોકવામાં આવ્યું હતું અને તે આઇસરને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી સાઇઝની કુલ મળીને 9456 બોટલો મળી આવી હતી જેથી 32,84,268 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 20 લાખ રૂપિયાની કિંમતનું વાહન અને 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન વગેરે કુલ મળીને 52,89,260 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને હાલમાં આઇસરના ચાલક અરબાઝ રહીશ મેવ (22) રહે. રવા ગામ ફિરોજપુર હરિયાણા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો મોકલાવનાર તરીકે શર્માજી અને ટ્રક આપનાર આસિફના નામ સામે આવ્યા હોય ત્રણ વ્યક્તિઓ તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News