સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન


SHARE





હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન

હળવદના સેવાભાવી નવયુવાન તથા જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા માનવસેવાના ઉત્તમ કાર્યને આગળ વધારતા મોરબી ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૪૫ મી વખત સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું હતું.

રક્તદાન બાદ તપનભાઈ દવેએ જણાવ્યું હતું કે, રક્તદાનએ મહાદાન છે. આપણા થોડા સમય અને એક યુનિટ રક્તથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને નવું જીવન મળી શકે છે. સમાજના વધુમાં વધુ યુવાનો નિયમિત રક્તદાન માટે આગળ આવે તે આજના સમયની જરૂરિયાત છે.આ તકે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ તેમના સેવાભાવ અને સમાજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી. સતત ૪૫મી વખત રક્તદાન કરીને શ્રી તપનભાઈ દવેએ સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.સમાજસેવા અને માનવ કલ્યાણના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા તપનભાઈ દવેનું આ કાર્ય યુવા પેઢી માટે પ્રેરણારૂપ બનશે અને વધુમાં વધુ લોકો સ્વૈચ્છિક રક્તદાન તરફ પ્રેરાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.




Latest News