મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર બાઈક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત: ગુનો નોંધાયો


SHARE











હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર બાઈક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત: ગુનો નોંધાયો

હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર આવેલ પેપરમીલ પાસેથી પસાર થતું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને બાઇક ચાલક યુવકને કપાળ અને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ છોટાઉદયપુર તાલુકાના લીમડી ફળિયાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકામાં રમેશભાઈ સવજીભાઈ કંઝારીયાની વાડી રહીને મજૂરીકામ કરતા ટીનાભાઇ અટુભાઈ નાયક જાતે આદિવાસી (ઉમર ૨૫)એ હાલમાં તેના ભાઈ રમેશભાઈ અટુભાઈ નાયક (ઉંમર ૩૫) સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર એસ્ટ્રોન પેપર મીલ પાસેથી તેનો ભાઈ રમેશ બાઇક નંબર જીજે ૬ એફએમ ૯૦૨૦ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતી જેથી રમેશભાઈને કપાળે અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનો મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News