હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડે બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નીપજવનારા રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીના જેતપર રોડે બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નીપજવનારા રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના જેતપર રોડ ઉપર રિક્ષા ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને યુવાનને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જોકે, સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું હાલમાં આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાથી ભૈયાલાલભાઈ બોધનભાઈ તિવારી (ઉંમર ૫૮)એ હાલમાં સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૪૯૬૪ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. ૧૨/૨/૨૦૨૨ ના સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ ઓરફિન સિરામિકના ગેટ પાસેથી તેનો દીકરો સતેન્દ્રભાઈ (ઉંમર ૨૦) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ ડી ૩૯૫૫ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને રિક્ષા ચાલકે અડફેટે લીધું હતું જેથી સતેન્દ્રભાઇને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું હાલમાં આ બનાવમાં મૃતક યુવાનના પિતા ભૈયાલાલભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની રિક્ષાચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના માધાપર વાડી વિસ્તારમાં કપોરી પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા શિલ્પાબેન દિનેશભાઈ ડાભી જાતે સતવારા (ઉંમર ૧૭) પોતાનું જ્યુપિટર સ્કૂટર નં. જીજે ૩૬ પી ૭૭૧૫  લઈને જઈ રહ્યા હતા ત્યારે કાર નં. જીજે ૩ એફડી ૮૦૩૨ ના ચાલકે તેના સ્કૂટરને હડફેટે લીધું હતું જેથી શિલ્પાબેન ડાભીને ડાબા પગે સાથળના ભાગે ડાબા હાથમાં પંજાના ભાગે અને જમણા ખભામાં ફેકચર જેવી ઈજાઓ થઈ હતી તેમજ માથામાં પાછળના ભાગે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ શિલ્પાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલકની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News