હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા


SHARE









મોરબીના નાગડાવાસ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા

મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમમાં ગાળા ગામના પાટીયા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૦,૧૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે નાગડાવાસ ગામની સીમમાં ગાળા ગામના પાટિયા પાસે બગીચામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા પ્રકાશભાઈ ગોરધનભાઈ બાવરવા (ઉંમર ૫૨), ભાનુભાઇ જશાભાઈ રાઠોડ (ઉંમર ૫૨),  મહેશભાઈ શાંતિભાઈ સાવરીયા (ઉંમર ૪૬) અને વાલમજીભાઇ ઉકાભાઇ સંઘાણી (ઉમર ૫૪) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૦,૧૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બે જુગારી પકડાયા

મોરબીના વીસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર સુમરા મોટર સામેના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે હકાભાઇ ગાંડુંભાઇ વરાણીયા જાતે કોળી (ઉંમર ૪૦) અને દિનેશભાઈ પરબતભાઈ વાઘેલા જાતે કોળી (ઉંમર ૩૫) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૬૨૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News