મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારામાં જુની અદાવતનો ખાર રાખી યુવકને બે શખ્સોએ પાઇપથી માર માર્યો


SHARE











ટંકારામાં જુની અદાવતનો ખાર રાખી યુવકને બે શખ્સોએ પાઇપથી માર માર્યો

કોટડાનાયાણી ગામ પાસેનો બનાવ : સુભાષ પરમાર પીપળી માતાજીની માનતા ઉતારવા જતા હતા ને રસ્તામાં વિશાલ અને દિપક તુટી પડ્યા : સારવારમાં

ટંકારાના કોટડાનાયાણી પાસે જુની અદાવતનો ખાર રાખી છતરના સુભાષ પરમારને તેના ભાઈના સાળા વિશાલ અને દિપકે પાઇપની ફટકારતા સારવારમાં અત્રેની સીવીલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની વધુ વિગત અનુસાર ટંકારાના છતર ગામે રહેતા સુભાષભાઈ રાજુભાઈ પરમાર (ઉ.30) ગત રોજ બાજુમાં આવેલા પીપળી ગામે માતાજીના મઢે માનતા ઉતારવા જતા હતા

ત્યારે કોટડાનાયાણીના ગામ પાસે સુભાષભાઇને આંતરી વિશાલ અને દિપક નામના શખ્સોએ ઝઘડો કરી પાઇપથી ફટકાર્યા હતા. વધુમાં ઇજાગ્રસ્ત સુભાષભાઈના ભાઈએ જણાવ્યું હતું કે, હુમલો કરનાર વિશાલ અને દિપક મારા સાળા થાય છે અને બે માસ પહેલા તેની સાથે ઝઘડો થયેલ હતો. જેનો ખાર રાખીને મારા ભાઈ પર હુમલો કર્યો હતો.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.






Latest News