મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધૂમથી મહેશ ભગવાનની જન્મ જયંતિ ઉજવાઇ


SHARE







મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધૂમથી મહેશ ભગવાનની જન્મ જયંતિ ઉજવાઇ

મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા દર વર્ષે મહેશ નવમી નિમિત્તે મહેશ ભગવાનની જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આ વખતે પણ મહેશ નવમીના દિવસે મોરબી શહેરના શનાળા રોડ અને રવાપર રોડ ઉપર ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં મોરબીમાં રહેતા માહેશ્વરી સમાજના લોકો સહપરિવાર જોડાયા હતા અને વાજતેગાજતે શોભાયાત્રા શહેરના માર્ગો પરથી પસાર થઈ હતી ત્યારબાદ મોરબીમાં આવેલ લૂહાર જ્ઞાતિની વાડી ખાતે માહેશ્વરી સમાજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને આ તકે મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેમજ રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા તેમજ મોરબી માળીયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી માહેશ્વરી સમાજના પ્રમુખ ઉમેશભાઈ કચોરીયા, પિયુષભાઈ કૈલા, હરીશભાઇ કૈલા જયસુખભાઇ કૈલા, રાજભાઈ આસનાની અને મયુરભાઈ માહેશ્વરી સહિતના સમાજના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News