મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો


SHARE







મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:  દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો

મોરબી-વાંકાનેર હાઇવે સરતાનપર રોડે બાઇક લઇને જઇ રહેલા કમલભાઇ પરમાર (ઉ.વ. 30, રહે. લીલાપર)નું બાઇક રોડ ઉપર ટેમ્પો (મેટાડોર) સાથે અથડાતા ઇજાગ્રસ્ત થયેલા કમલભાઇને અત્રેની સિવિલ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

જ્યારે ટંકારા તાલુકાના રામગઢ (કોયલી) ગામે પ્રકાશભાઇની વાડીએ ઝેરી દવા પી ગયેલા મલીબેન કેવલભાઇને અત્રેની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. વાંકાનેર હાઇવે ઉપર ઢવા પાસેના પેટ્રોલ પંપ નજીક અકસ્માત બનાવમાં ઇજા પામેલા કિરણભાઇ પ્રતાપભાઇ  લુહાર (ઉ.વ. 30, રહે. મોરબી) ને અત્રેની સીવીલ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માત

ટંકારાના મહમદહુશેન કાસમભાઇ મતવા નામનો 18 વર્ષનો યુવાન ઇલેક્ટ્રીક બાઇક લઇને જતો હતો ત્યારે ટંકારા પાસે વાહન સ્લીપ થઇ જતાં ઇજા પામેલ હાલતમાં અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મિતાણા ગામે રહેતો ઓમકાર જુસ્તીરામ મલ (23) નામનો યુવાન નેકનામ રોડે હતો ત્યારે મારામારીના બનાવમાં ઇજા થતાં સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.

રાજકોટ ખસેડાયા
હળવદના દિઘડીયા ગામે વાડી વિસ્તારમાં રમતા સમયે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા જયદિપ ફુલજીભાઇ હુંબલ (7) અને સીતા ફુલજીભાઇ હુંબલ (8) નામના બે બાળકોને શોર્ટ લાગ્યો હતો. બંનેને સિવિલે વધુ તથા રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે જ્યારે મોરબી પલાખી શેરીમાં રહેતા ફીદાબેન નુફેલભાઇ બનાણી (23) એ ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાઇ હતી.

બાળકીનું મોત
મોરબી-વાંકાનેર હાઇવે સ્લોગન સિરામીકના લેબર ક્વાર્ટરમાં રહી ત્યાં મજુરી કામ કરતા પરિવારની સરસ્વતિ સીગેખોડ જયંતિકુડા નામના ત્રણ વર્ષની બાળકીનું તાવની બિમારીથી મોત નિપજતા મૃતદેહ સિવિલે લાવવામાં આવેલ જેથી તાલુકા પોલીસે તપાસ કરી હતી.

દારૂ સાથે પકડાયો
મોરબી તાલુકા પોલીસે બેલાથી તળાવીયા શનાળા જવાના રસ્તા ઉપરથી નીકળેલ દિગ્વિજયસિંહ ઉર્ફે ટીનુભા જાલુભા જાડેજા (42) ને અટકાવી તલાસી લેતા તેઓ પાસેથી બીયરના 16 ટીન મળી આવતા રૂા.2040 ની કિંમતના ટીન સાથે દિગ્વિજયસિંહ જાડેજાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.




Latest News