મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન


SHARE







મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા16/8 ના રોજ આ કેમ્પ યોજાશે.

મોરબીના આંદરણા ગામે કેશવાનંદ બાપુની પ્રેરણાથી માઁ કનકેશ્વરી દેવીની પ્રેરણાથી કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે ત્યાં આગામી તા 16 ના રોજ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પની અંદર અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના નિષ્ણાંત અને અનુભવી ડોક્ટરો દ્વારા દર્દીઓના દર્દનું નિદાન કરીને માર્ગદર્શન આપીને સારવાર કરવામાં આવશે આ કેમ્પમાં જનરલ ફિઝિશિયન, હૃદય રોગના તથા વેરીકોઝ વેનના નિષ્ણાંત, જનરલ સર્જન, હાડકાના રોગના તથા જોઇન્ટ રિપ્લેસમેન્ટના નિષ્ણાંત, આંખ કાન ગળા ના રોગના નિષ્ણાંત તથા નવજાત શિશુ અને બાળકના નિષ્ણાંત ડોક્ટરો સેવા આપવાના છે આ કેમ્પમાં આવનારા દર્દીઓને કાર્ડિયોગ્રામ અને ડાયાબિટીસ ટેસ્ટ નિશુલ્ક કરી આપવામાં આવશે અને કેમ્પનો લાભ લેવા માટે આવનારા દર્દીઓએ તેઓના જુના રિપોર્ટ્સ અને એક્સ-રે સાથે લાવવાના રહેશે અને કેમ્પમાં આવેલા દર્દીઓમાંથી કોઈ દર્દીને ઓપરેશન અથવા અન્ય વિશેષ સારવારની જરૂરિયાત હશે તો તેઓને રાજસ્થાન હોસ્પિટલ દ્વારા વિનામૂલ્ય સારવાર આપવામાં આવશે તેવું પણ આયોજકોએ જણાવ્યું છે અને આ કેમ્પની વધુ માહિતી માટે અનિલભાઇ મહેતાના મોબાઈલ નંબર ૯૭૨૭૭ ૩૧૩૬૧ અને પ્રકાશભાઇના મોબાઈલ નંબર ૯૮૨૫૨ ૫૧૯૭૯ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.




Latest News