મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા ધારાસભ્યને આવેદન આપ્યું 


SHARE











ટંકારાના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા ધારાસભ્યને આવેદન આપ્યું 

૧૪ મી એપ્રિલભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીને પેન્શન બંધારણ અધિકાર દિવસ મનાવીને ટંકારા તાલુકાના સંયુક્ત કર્મચારી મોરચા તેમજ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટંકારાના ધારાસભ્ય લાલિતભાઈ કગથરાને જૂની પેન્શન યોજના ચાલુ કરવા બાબતે આવેદનપત્ર આપ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં ડો. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ નવી પેન્શન યોજના બંધ કરવાની લડતના સમગ્ર કાર્યક્રમ વિશેની રૂપરેખા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ ઉપપ્રમુખ શૈલેષભાઈ સાણજાએ આપી હતી. ત્યારબાદ ટંકારા-પડધરી મત વિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ તમામ કર્મચારીઓની માંગણી સરકાર સમક્ષ પહોંચાડવાની ખાતરી સાથે ઉદબોધન કર્યું હતું. અંતમાં જયેશભાઇ પાડલીયા દ્વારા આવેદનપત્રનું વાંચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ કર્મચારીઓ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર અર્પણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મીડિયા સેલ કન્વીનર કલ્પેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું હતું.આ તકે ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છાયાબેન માકાસણામહામંત્રી વિરમભાઈ દેસાઈઉપપ્રમુખ કૌશિકભાઈ ઢેઢીમાધ્યમિક શિક્ષક સંઘમાંથી બળદેવભાઈ કાનાણીતાલુકા પંચાયત કર્મચારીઓમાંથી જતીનભાઈ ચાવડા તેમજ ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓ જોડાયા હતા અને જૂની પેન્શન યોજના અમારો હક છે અને અમે એ લઈને જ જંપીશું એવો બુલંદ સૂર ઉઠાવ્યો હતો.






Latest News