મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાનાં ઓટાળા ગામે ગૌચર અને ખરાબાની જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની માંગ


SHARE











ટંકારાનાં ઓટાળા ગામે ગૌચર અને ખરાબાની જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની માંગ

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના માલધારીઓએ ગૌચર બચાવ સમિતિના નેજા હેઠળ ગૌચરની ખરાબાની જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવા માટે મામલતદારને આવેદન પત્રપઠવ્યું છે અને જો પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

હાલમાં જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ઓટાળા ગામે હે.આર.ચો.મી. ૧૦૮/૭૨/૬૮ ની ગૌચરની જમીન આવેલ છે ત્યાં ગેરકાયદે દબાણ કરવામાં આવેલ છે જેથી  પશુઓને લઈને નીકળી શકાતું નથી માટે માલધારીઓ અને પશુને મુશ્કેલીનો સામનો કરવો પડે  છે જેથી કરીને ગૌચર અને ખરાબાની જમીન ઉપરથી દબાનોને દૂર કરવા માટે પશુપાલકો અને ખેડૂત વચ્ચેની કાયમી સમસ્યાનો અંત લાવવા માટેની માંગ કરી છે જો આવેદનપત્ર આપવા છતા કોઈ પગલા લેવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News