મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાનજી મંદિરના રસ્તે ભારે વાહનોની ૧૦ દિવસ અવર-જવર બંધ


SHARE







મોરબીના ખોખરા હનુમાનજી મંદિરના રસ્તે ભારે વાહનોની ૧૦ દિવસ અવર-જવર બંધ

મોરબી તાલુકા ખોખરા હનુમાનજી મંદિર ખાતે તા.૮/૪ થી તા.૧૬/૪ સુધી રામ કથાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આશરે દરરોજ ૧૫૦૦૦ જેટલા લોકો કથા સાંભળવા માટે આવનાર છે જેથી રોડ રસ્તે ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ઉદભવે તેમ છે માટે ભરતનગરથી ખોખરા હનુમાનજી મંદિર થઇને બેલા રોડ પરથી પસાર થતા ભારે વાહનો માટે રસ્તો બંધ કરી દેવામાં આવેલ છે અને તેની અવેજીમાં ટીંબડીના પાટીયા પાસે આવેલ આર.સી.સી. રોડ, જે પીપળી ગામ પાસે બેલા રોડને મળે છે તે રોડ પરથી ભારે વાહનો પસાર થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અનુસંધાને જિલ્લા પોલીસ વડા દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવેલ જે અનુસંધાને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર મોરબી તાલુકાના ભરતનગર થી ખોખરા હનુમાનજી મંદિર થઇને બેલા રોડ પરથી ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે મોરબી તાલુકાના ટીંબડીના પાટીયા પાસે આવેલ આર.સી.સી.રોડ જે પીપળી ગામ પાસે બેલા રોડને મળે છે તે રોડનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામાનો અમલ તા.૮/૪ થી તા.૧૬/૪ સુધી કરવાનો રહેશે.




Latest News