સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે આવેલ કુમાર શાળાના શિક્ષક વિનોદભાઈ મકવાણાનો વિદાય સમારોહ યોજાયો


SHARE





મોરબીના નાની વાવડી ગામે આવેલ કુમાર શાળાના શિક્ષક વિનોદભાઈ મકવાણાનો વિદાય સમારોહ યોજાયો

મોરબીના શ્રી નાની વાવડી ગામે આવેલ કુમાર અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે આંતરિક બદલીમાં માંગણીથી નાની વાવડી કુમાર શાળામાંથી શ્રી નાગલપર પ્રા.શાળામાં બદલી થતાં શિક્ષક શ્રી વિનોદભાઈ મકવાણાનો વિદાય સમારોહ યોજાયો હતો. આ તકે શાળાના સેવક એવા પોપટ બાપા, કન્યા શાળાના આચાર્ય સાગરભાઈ મહેતા અને કુમાર શાળાના આચાર્ય લાલિતભાઈ ઘેટિયા, નાની વાવડી સીઆરસી દુષ્યંતભાઈ મારવણીયા, વાવડી માધ્યમિક શાળાના શિક્ષક પ્રદીપભાઈ જોષી અને કુમાર શાળાના એસએમસી અધ્યક્ષ અને  નાની વાવડી કુમાર શાળા અને કન્યા શાળા ના શિક્ષક સહ પરિવાર હાજર રહ્યા હતા. ત્યારે બાળકોના સાચા મિત્ર એવા શિક્ષક વિનોદભાઈ મકવાણા માત્ર પાઠ્યક્રમ પૂરતા સીમિત રહ્યા નથી, પરંતુ પ્રકૃતિ સંરક્ષણ, વૃક્ષારોપણ, પશુઓ પ્રત્યે કરુણા અને સમાજસેવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં માનવ મૂલ્યોનું સિંચન કર્યું છે. ત્યારે બદલી થઈને બીજી શાળામાં જઇ રહેલા શિક્ષકને વિદ્યાર્થીઓ, સહકર્મીઓ તથા ગ્રામજનો તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.




Latest News