સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના ભૂતકોટડા ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને પરિણીતાએ કર્યો આપઘાત


SHARE





ટંકારાના ભૂતકોટડા ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને પરિણીતાએ કર્યો આપઘાત

ટંકારાના ભૂતકોટડા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્નીએ કોઈ કારણોસર પોતે પોતાના જાતે પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામની સીમમાં આવેલ સમર્પણ પોલીપેક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનુભાઈ લાલુભાઈ વહોનીયાના પત્ની હેતલબેન વહોનીયા (23)એ કોઈપણ કારણસર પોતે પોતાની જાતે લેબર ક્વાર્ટરમાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે પરણીતાનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની જયેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ જયંતીભાઈ નિમાવત (45) રહે. લજાઈ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આપઘાતના આ બનાવની આગળની વધુ તપાસ પીએસઆઈ એસ.એન.સગારકા ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

ધાંગધ્રાના કંકાવટી ગામે રહેતા ભગવાનજીભાઈ ધનજીભાઈ ડાભી (32) નામનો યુવાન કોઈ કારણોસર પોતે પોતાના ઘરે દવા પી ગયો હતો જેથી પ્રાથમિક સારવાર ધાંગધ્રામાં આપવામાં આવ્યા બાદ તેને વધુ સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃદ્ધ સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા ઉદયવીરસિંહ મોહરસિંહ (61) નામના વૃદ્ધ રવાપર રોડ પર આવેલ ભવાની સોડા પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જવાને કારણે તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરાઇ છે.




Latest News