વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામ પાસે અકસ્માતે નદીમાં પડી જવાથી અમદાવાદના યુવાનનું મોત


SHARE











વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામ પાસે અકસ્માતે નદીમાં પડી જવાથી અમદાવાદના યુવાનનું મોત

અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહેતો યુવાન વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવેલ નદીના કાંઠે ગયો હતો દરમિયાન અકસ્માતે તેનો પગ લપસી જવાના કારણે તે નદીમાં પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના લીધે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદના ઠક્કરબાપાનગર વસંતનગરના છાપરા શેરી નંબર એ- 60 માં રહેતા જગદીશભાઈ ઉર્ફે લાલો રમેશભાઈ રાઠોડ (40)નામનો યુવાન વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવ્યો હતો અને ત્યાં નદીના કાંઠે ગયો હતો દરમિયાન તેનો પગ લપસવાના કારણે તે નદીના પાણીમાં પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

રાજસ્થાનનો રહેવાસી ઓમપ્રકાશ નાઈ (40) નામનો યુવાન લાતી પ્લોટ વિસ્તારમાં બોલેરોમાં બેસીને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે વાહનમાંથી નીચે પડી જતા તેને ઈજા થહતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઈક સ્લીપ

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર આઇકોન રેસિડેન્સી ખાતે રહેતા લાભુભાઈ ભીખાભાઈ ગડારા (70) નામના વૃદ્ધ બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News