મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE







































કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

જૂના મોરબી રાજ્યની ઐતિહાસિક રાજધાની એવા કટારિયા સ્થિત સુપ્રસિદ્ધ તીર્થધામ શ્રી મોમાઈ માતાજીના સાનિધ્યમાં મોરબી રાજ્યના ૪૨ ગામના સમસ્ત કાયાણી જાડેજા ભાયાત પરિવારનો પરંપરાગત સ્નેહમિલન અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો અને મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં લાકડીયા અને વાઢિયા ઠાકોર સાહેબ સહિત દેશ-વિદેશમાંથી કાયાણી પરિવારના સભ્યો, મહાનુભાવો અને અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા પાંચ દાયકાથી વિજયાદશમીના પવિત્ર મહાપર્વ નિમિત્તે મોરબી રાજ્યના સમસ્ત કાયાણી જાડેજા પરિવાર દ્વારા કટારિયા સ્થિત કુળદેવી શ્રી મોમાઈ માતાજીના મંદિરે પરંપરાગત રીતે હોમ-હવન, મહાયજ્ઞ, પૂજન-અર્ચન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓ અને સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોના સન્માનની પરંપરા પણ જળવાઈ રહી છે.  જોકે, થોડા સમય અગાઉ મોરબીના રાજમાતા વિજયકુંવરબા સાહેબાના દુઃખદ અવસાન થયું હતું જેથી વિજયાદશમીએ કાર્યક્રમ મોકૂફ રાખવામા આવ્યો હતો. અને સાદગીપૂર્ણ રીતે શ્રી મોમાઈ માતાજીના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોમ-હવન, મહાયજ્ઞ અને આરતી સહિતના ધાર્મિક અનુષ્ઠાનો યોજવામાં આવ્યા હતા. ત્યારબાદ લાભપાંચમ પછી પરંપરાગત સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં ધોરણ પાંચથી લઈને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, માસ્ટર ડિગ્રી અને પીએચડી સુધી વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મોરબી જિલ્લાના મોટા ભેલા ગામના બ્રિજરાજસિંહે વિશ્વવિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરી મેટા જેવી વૈશ્વિક ટેકનોલોજી કંપનીમાં કારકિર્દી બનાવી છે. જ્યારે ઐશ્વર્યાબાએ લંડનની પ્રતિષ્ઠિત કિંગ્સ કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી વૈશ્વિક નાણાકીય ક્ષેત્રની અગ્રણી સંસ્થા સ્ટેટ સ્ટ્રીટ કોર્પોરેશન, યુકેમાં પોતાની કારકિર્દીનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખાસ કરીને બ્રિજરાજસિંહ અને ઐશ્વર્યાબાની આ સિદ્ધિઓને વિશેષ રીતે બિરદાવવામાં આવી હતી. તેમની સફળતાને નવી પેઢી માટે પ્રેરણારૂપ ગણાવી સતત અભ્યાસ, સખત મહેનત, દૃઢ નિશ્ચય અને ઉચ્ચ લક્ષ્ય સાથે આગળ વધવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સમાજમાં શૈક્ષણિક, સામાજિક અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં વ્યક્તિગત વિશેષ પ્રદાન આપનાર મહાનુભાવોને પણ સન્માનિત કરી તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ઉચ્ચ શિક્ષણ, કન્યા કેળવણી, ભારતીય સંસ્કૃતિનું જતન અને ક્ષત્રિય સમાજની પરંપરા, સંસ્કાર તથા મૂલ્યોની જાળવણી ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ વસુધૈવ કુટુંબકમની ભાવનાને વધુ બળવત્તર બનાવવાની સાથે ૪૨ ગામના પરિવારો વચ્ચે પારિવારિક એકતા, પરસ્પર પરિચય અને નવી પેઢી વચ્ચે સંવાદ વધારવાનો રહ્યો છે. નવી પેઢી પોતાના મૂળ, કુળપરંપરા, વારસો અને સામાજિક જવાબદારીઓથી પરિચિત બને તેવા પ્રેરક અભિગમ સાથે દર વર્ષે આ પરંપરાગત આયોજન કરવામાં આવે છે.

આ પ્રસંગે મોરબીના રાજા વિશાલસિંહ, વાઢિયા ઠાકોર સાહેબ, લાકડીયા ઠાકોર સાહેબ સહિત મોટા ભેલા, કુંભારડી, વીજપાસર, બેલા, વિરપર સહિત જૂના મોરબી રાજ્યના ૪૨ ગામના કાયાણી ભાયાત પરિવારના અગ્રણીઓએ તમામ સન્માનિત વિદ્યાર્થીઓ અને મહાનુભાવોને અભિનંદન પાઠવી તેમની સિદ્ધિઓને બિરદાવી હતી. અંતે કુળદેવી શ્રી મોમાઈ માતાજી અને ઇષ્ટદેવના ચરણોમાં પરિવાર, સમાજ અને નવી પેઢીના સુખ, સમૃદ્ધિ તથા ઉત્તરોત્તર પ્રગતિની પ્રાર્થના સાથે વડીલોના આશીર્વાદ વચ્ચે કાર્યક્રમ સંપન્ન થયો હતો. સમગ્ર આયોજનમાં સહયોગ આપનાર ટ્રસ્ટી મંડળ, આયોજક સમિતિ અને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે પ્રેરણા તથા સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
















Latest News