મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય


SHARE







































મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય

મોરબીના વતની રત્ન્નાબેન પ્રતિકભાઈ જોષી (તુલસી કોમ્પ્યુટરવળા) એ લકઝરી કલબમાં એક લાખ ભરીને લક્ઝરી હોટેલ બુકે કરાવેલ હતી.પરંતુ હોટલની સેવામાં ખામી હોવાથી ગ્રાહક સુરક્ષા મંળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ કરતા અદાલતે પૈસા વ્યાજ સહિત ચુકવવા હુકમ કર્યો છે.

આ કેસની વિગત છે કે અહિંના વતની રન્નાબેન પ્રતિકભાઈ જોષીએ લકઝરી કલબ ઓફ રીસોર્ટમાં હોટેલ બુક કરાવેલ હતી.તા.૧-૭-૨૨ થી તા.૨૦-૬-૨૭ સુધીમાં ગમે ત્યારે બુકિંગ કરાવી શકે છે.એક લાખ લેતા સમયે સામાવાળાએ ગ્રાહકને કહેલ કે તમે બીજા કોઇને પણ આ સ્કીમનો લાભ અપાવી શકો છો.રન્નાબેનને સજોંગોવત જવાનું કેન્સલેશન થતા તેઓએ સ્કીમનો ફાયદો બીજાને આપવા વાત કરી હતી.પરંતુ સામેની પાર્ટીએ એટલે કે લકઝરી કલબે બીજાને હોટલમાં રહેવાની ના પાડી હતી અને પૈસા પરત કરવાની પણ ના પાડી હતી.જેથી રન્નાબેન જોષીને કલબની સેવામાં અસંતોષ થતા તેઓએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાને મળીને ગ્રાહક અદાલતમાં કેસ તર્યો હતો.તે કેસ ચાલી જતા નામદાર અદાલતે કલબને જાણ કરી કે તમારી સેવામાં ખામી છે.માટે તમારે રન્નાબેન જોષીને એક લાખ રૂપીયા તા.૨૭-૨-૨૫ થી નવ ટકાના વ્યાજ સાથે ચુકવવા આદેશ કરેલ છે. ગ્રાહકે પોતાના હકક માટે હંમેશા લડવું જોઈએ અને બીલનો આગ્રહ રાખવો જોઇએ.છતાં ગ્રાહકને કોઈપણ રીતે ગ્રાહક તરીકે અન્યાય થાય તો સંસ્થાના પ્રમિખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), રામભાઈ મહેતા, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ અથવા હિતેશભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

અધ્યયન મંડળ

અધ્યયન મંડળ-મોરબી દ્વારા કારતક સુદ દશમ તા.૨૦-૧૧-૨૬ ને  શુક્રવારે રાત્રે ૯ વાગ્યે  ૬૧ માં માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યશાળા નિલકંઠ વિદ્યાલય આઈએમએ હોલની સામે, બાપા સીતારામ ચોકની બાજુમાં રવાપર રોડ ખાતે યોજાશે.આયુર્વેદ વિશ્વની અતિ પ્રાચીન અને પ્રસિદ્ધ ચિકિત્સા પદ્ધતિ છે.આ પદ્ધતિમાં વિશ્વની શ્રેષ્ઠ દિનચર્યા અને ઋતુચર્યાની કથા આવેલી છે.આ કાર્યશાળામાં મોરબીના જાણિતા અને પ્રસિદ્ધ વૈદ્ય કે.જે.ઝાલા (વિરંચી આયુ કેર) આયુર્વેદ અનુસાર દિનચર્યા ઋતુચર્યા વિષય ઉપર વક્તવ્ય આપશે.તો આ કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવેલ છે.કાર્યશાળામાં પ્રેક્ષકો દ્વારા ચર્ચા પણ કરવામાં આવશે.આ કાર્યશાળા છેલ્લા પાંચ વર્ષથી સાતત્યપૂર્ણ  ચાલે છે.રાષ્ટ્ર અને જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચા પણ કરવામાં આવે છે.રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું  યોગદાન હોય છે.તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન સમાન કાર્યશાળામાં જોડાવવા સંયોજક ડો.જયેશ પનારા, સહસંયોજક વિજયભાઈ રાવલ, કમલેશભાઈ અંબાસણા ભાવેશભાઈ હડિયલ દ્રારા અપિલ કરવામાં આવે છે.
















Latest News