મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ


SHARE







































મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વહીવટદારના શાસનકાળ દરમિયાન મંજૂર થયેલા બે ગાર્ડનના કામોને સ્થળ અનુકૂળ ન હોવાના કારણે હાલમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રદ કરવામાં આવ્યા છે તેમજ મોરબીના મણીમંદિર ખાતે 3ડી પ્રોજેક્ટ 2.35 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલ હતો જો કે, ત્યાં કાયમી ઓડિયન્સ મળે તેવી શક્યતા નથી જેથી તેના વિકલ્પે ત્યાં નવી થીમ વિકસાવા માટેનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો છે તેમજ મોરબીમાં તાજેતરમાં યોજાયેલ સ્વદેશી મેળાના 32 લાખના બિલની ચુકવણીને બેઠકમાં મંજૂરી આપવામાં આવેલ છે.

મોરબી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાના અધ્યક્ષ સ્થાને ગુરુવારે સાંજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકની અંદર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે જેના વિષે માહિતી આપતા જયંતિભાઈ પડસુંબિયાએ જણાવ્યું હતું કે મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે તથા એલ.ઇ. કોલેજ રોડ ઉપર એક એક ગાર્ડનનું કામ અગાઉ વહીવટદાર શાસન દરમિયાન મંજૂર કરવામાં આવ્યું હતું જોકે ત્યાં સ્થળ અનુકૂળ ન હોવાથી તે બંને કામોને રદ કરવામાં આવેલ છે આ ઉપરાંત મોરબી મણીમંદિર ખાતે 3ડી પ્રોજેક્ટ માટે અને બહારના ભાગે આવેલ ગાર્ડનની જગ્યા વિકાસ કામ માટે સરકારની 2.35 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હતી પરંતુ 3ડી પ્રોજેક્ટને અનુકૂળ સમય અને કાયમી ધોરણે ત્યાં ઓડિયન્સ મળે તેવી શક્યતા ઓછી હોવાથી મણિમંદિરના ગ્રાઉન્ડમાં સર્વે કરીને ઇલેક્ટ્રીક વિભાગનો આકર્ષક પ્રોજેક્ટ અથવા નવી થીમ તૈયાર કરવા માટેની સૂચના અધિકારીને આપવામાં આવેલ છે. તેમજ થોડા સમય પહેલા મોરબીમાં મહાપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું 32 લાખ રૂપિયાનું બિલ  સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન મંજુર કરવામાં આવ્યું છે વધુમાં જયંતીભાઈ પડસુંબીયાએ જણાવ્યું હતું કે શહેરની સફાઈ કામ માટે થઈને જે જૂની એજન્સી હતી તેની મુદત પૂરી થતાં નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને હાલમાં નવી બે એજન્સીઓ આવી છે તેને વર્ક ઓર્ડર આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને 150 જેટલા સફાઈ કામદારો આ બંને એજન્સી દ્વારા પૂરા પાડવામાં આવશે તેમજ ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી કરતી શ્રીજી એજન્સીને હાલમાં રદ કરવામાં આવી નથી
















Latest News