સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં વાડીના રસ્તે પાણીના નિકાલ બાબતે ઝઘડો કરીને આધેડને પિતા-પુત્રએ માર માર્યો


SHARE





ટંકારામાં વાડીના રસ્તે પાણીના નિકાલ બાબતે ઝઘડો કરીને આધેડને પિતા-પુત્રએ માર માર્યો

ટંકારામાં રહેતા આધેડની સાથે વાડીના રસ્તે પાણીના નિકાલ બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને આધેડને લાકડાના ધોકા વડે ખભા અને હાથ ઉપર માર મારીને ફેક્ર જેવી ઇજા કરવામાં આવેલ છે અને ગર્ભિત ધમકી પણ આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ આધેડે સારવાર લીધા બાદ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

ટંકારામાં મઠવાળી શેરીમાં જુના આર્ય સમાજની બાજુમાં રહેતા ગોવિંદભાઈ રણછોડભાઈ લો (50)એ હાલમાં દિલીપભાઈ છગનભાઈ ઘેટીયા અને છગનભાઈ રાવજીભાઈ ઘેટીયા રહે. બંને ગાયત્રીનગર ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, એક દિવસ પહેલા દિલીપભાઈ ઘેટીયાએ વાડીના રસ્તામાં પાણી નિકાલ બાબતે ફરિયાદી સાથે ઝઘડો કરીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ તે વાતનો ખા રાખીને લાકડાના ધોકા વડે ફરિયાદી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ખભા તથા જમણા હાથમાં મારમારીને ફ્રેક્ચર જેવી ઈજા કરવામાં આવી હતી અને છગનભાઈ ઘેટીયાફરિયાદીને ગર્ભિત ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.




Latest News