ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે એક્ટિવાને ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લેતા નૈવેદ કરવા જતું દંપતિ ખંડિત: મહિલાનું મોત


SHARE











મોરબીના મકનસર પાસે એક્ટિવાને ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લેતા નૈવેદ કરવા જતું દંપતિ ખંડિત: મહિલાનું મોત

મોરબીથી એકટીવામાં દંપતિ આઠમના નૈવેદ કરવા માટે થઈને જઈ રહ્યું હતું ત્યારે મકનસર ગામ પાસે રોડની કટમાં ટ્રક કન્ટેનરમાં ચાલકે એક્ટિવાને હડફેટે લીધું હતું જેથી એકટીવા ચાલકને હાથે, પગે અને શરીરે ઇજાઓ થયેલ હતો જો કે, તેના પત્ની રોડ ઉપર પટકાતાં તેના શરીર ઉપરથી ટ્રકનો જોટો ફરી જવાના કારણે તેઓને ગંભીર ઇજા થવાથી મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મૂળ જોધપર (નદી) ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા વિજયભાઈ ઉપેન્દ્રભાઈ ગોહેલ (38)ટ્રક કન્ટેનર નંબર જીજે 39 ટી 0392 સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 29/9 ના રોજ સવારે 10:30 વાગ્યાના અરસામાં મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે નેશનલ હાઇવેની કટ પાસેથી તેઓના પિતા ભુપેન્દ્રભાઈ રવજીભાઈ ગોહેલ ફરિયાદીની માતા રંજનબેન ભુપેન્દ્રભાઈને એકટીવા નંબર જીજે 36 પી 6486 ઉપર બેસાડીને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે તેઓના એકટીવાને ડફેટે લીધું હતું જેથી ફરિયાદીના પિતાને ઇજાઓ થઈ હતી જ્યારે ફરિયાદીના માતા રંજનબેન રસ્તા ઉપર નીચે પડતા તેઓના શરીર ઉપરથી ટ્રકનો પાછળનો જોટો ફરી જવાને કારણે ગંભીર ઇજા થવાથી તેઓનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેન્ટમાં ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News