હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો
મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
SHARE
મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
મોરબીના જાંબુડીયા ગામ, પીપળી રોડે આવેલ ઉમા જ્યોત એપાર્ટમેન્ટ ફ્લેટમાં અને કડિયાણા ગામે જુગારની જુદાજુદા 4 રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 20 શખ્સોને જુગાર રમતા પકડવામાં આવ્યા હતા અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના જાંબુડીયા ગામે સરાણીયા વાસમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી રુદ્ર મહેશભાઈ નિમાવત (19), સચિન ભરતભાઈ અદગામા (21) અને રવિ હેમંતભાઈ કુંવરિયા (30) વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 24,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જયારે જાંબુડીયા ગામે દશામાના મંદિરની પાછળના ભાગમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાંથી મનુભાઈ માધાભાઈ ગમારા (43), સુરેશભાઈ જીવણભાઈ ઇન્દરિયા (32), પ્રવીણભાઈ કાળુભાઈ ઇન્દરિયા (50), દિનેશભાઈ રતિભાઈ ઈન્દરીયા (40) અને અજીતભા કરસનભાઈ લાંબા (42) વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 12,280 રૂપિયાની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
મોરબીના પીપળી રોડ ઉપર આવેલ રોયલ પાર્ક સોસાયટી ઉમા જ્યોત એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 404 માં ગૌરાંગભાઈ વઘાસીયાના રેણાક મકાનમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ગૌરાંગભાઈ ગોરધનભાઈ વઘાસીયા (34), બુદ્ધેશભાઈ ધીરજલાલ કાલરીયા (38), રવિકુમાર શામજીભાઈ કમાણી (38), વિવેકભાઈ મગનભાઈ પનારા (30), પ્રફુલભાઈ ભગવાનજીભાઈ કાલરીયા (34) અને રેનીશભાઈ કાંતિભાઈ વાછાણી (30) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 58,800 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે તો હળવદના કડીયાણા ગામે દશરથ ઉર્ફે કકુભાઈના મકાન પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ખોડાભાઈ ઠાકરશીભાઈ દેત્રોજા (40), હરેશભાઈ મેલજીભાઈ દઢેયા (25), પ્રવીણભાઈ ધનજીભાઈ કોળી (28), વિજયભાઈ ધીરજભાઈ સારોલા (30), રાયમલભાઈ સેલાભાઈ ઠુંગા (39) અને મુકેશભાઈ ધનાભાઈ રાતડીયા (30) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસ 8800 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે