મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ
SHARE
મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ
મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ગોડાઉનમાં એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં ગોડાઉનની અંદરથી યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો જેથી આ અંગેની ખેતીવાડી વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી છે અને ગોડાઉનની અંદરથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવી હોય તે જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે.
મોરબીના જેતપર ઉપર બંધ પડેલા કારખાનામાં સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા રેડ કરીને ખાતરની 800 ગુણી જેટલો જથ્થો પકડ્યો હતો ત્યાર બાદ મોરબી જિલ્લા એસઓજીની ટીમ દ્વારા મોરબીના રાજપર રોડ ઉપર આવેલ મામાદેવના મંદિર પાસેની શેરીમાં જય એગ્રોની બાજુમાં આવેલ ગોડાઉનમાં ત્રાટકી હતી અને ત્યાં સ્થળ ઉપરથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા પોલીસે 3,38,988 ની કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો હતો અને આ અંગેની મોરબી જિલ્લાના નાયબ ખેતીવાડી અધિકારીને જાણ કરવામાં આવતા તેઓની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ખાતરના સેમ્પલ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ ગોડાઉન જય એગ્રોના માલિક જયેશભાઈ કાનજીભાઈ બુડાસણાએ ભાડે રાખ્યું હોવાનું સામે આવ્યું છે જોકે ખાતરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.









