મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ
ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક
SHARE
ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક
મોરબીના જેતપર ગામે સત્યાગ્રહ છાવણી ખાતે જુદા જુદા કાર્યક્રમો ખેડૂતો દ્વારા કરવામાં આવતો હોય છે દરમિયાન ગઈકાલે રાત્રે ગામની દીકરીઓ દ્વારા “ખેડૂત હાર્યો તો દેશ હાર્યો” નાટક ભજવવામાં આવ્યું હતું જેને જોવા માટે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને ખાસ કરીને વીજપોલના વળતર બાબતે ચાલતી લડાઈ દરમિયાન ખેડૂતો દ્વારા વીજ કંપનીના અધિકારીઓ અને પોલીસ સાથે જે સંઘર્ષ કરવામાં આવ્યું હતું તેમજ અત્યાર સુધીમાં જે ઘટનાઓ બની તેને નાટકના માધ્યમથી લોકો સમક્ષ ગામની દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.
મોરબીના જેતપર ગામે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી ખાતે ગામની દીકરીઓ દ્વારા રવિવારે રાત્રે “ખેડૂત હાર્યો તો દેશ હાર્યો” નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ નાટકના માધ્યમથી ગામની દીકરીઓ દ્વારા ખેડૂતોની બાપદાદાની માલિકીની જે જમીન છે તેના ઉપર દાદાગીરી કરીને જે રીતે ખાનગી વીજ કંપનીના પોલ અને વાયર નાખવામાં આવી રહ્યા છે તેને લઈને ખેડૂતોને વીજ કંપનીના અધિકારીઓ સાથે કર્મચારીઓ અને પોલીસને આગળ કરવામાં આવતી હોવાથી પોલીસની સાથે જે ઘર્ષણ થાય છે અને છેલ્લા મહિનાઓમાં જે ઘટનાઓ બની હતી તેને લોકોની સમક્ષ ઉજાગર કરવામાં આવી હતી. અને ખાસ કરીને આ નાટકના માધ્યમથી દીકરીઓ દ્વારા ખેડૂતો પોતાની જમીનમાં વીજપોલ નાખવાનો વિરોધ કરતા નથી પરંતુ તેઓને વીજ પોલ અને કોરિડોર સામે પૂરતા પ્રમાણમાં વળતર આપવામાં આવે તેની માંગ કરી રહ્યા છે તેવો મેસેજ સરકાર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.









