હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત સૌરાષ્ટ્ર યુનિ. કક્ષાએ યોજાયેલ ટેબલટેનિસ ટુર્નામેન્ટમાં મોરબીના બે ખેલાડીઓ બન્યા વિજેતા મોરબીના મહેન્દ્રનગર ગામે સ્કૂલ પાસે ખુલ્લી કુંડીને બંધ કરવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખની માંગ  મોરબીમાં સ્વ. રમેશભાઈ અજાણાની પ્રથમ માસિક પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો ટંકારામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ: રેલીમાં હજારો લોકો જોડાયા વાંકાનેર એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

 મોરબીમાં સ્વ. રમેશભાઈ અજાણાની પ્રથમ માસિક પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો


SHARE







 મોરબીમાં સ્વ. રમેશભાઈ અજાણાની પ્રથમ માસિક પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં લીલાપર કેનાલ રોડ ઉપર બનાવવામાં આવેલ સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ભવન ખાતે સ્વ. રમેશભાઈ ગાંડુભાઈ અજાણાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ મળીને ૧૨૫ લોકોએ રક્તદાન કર્યું હતું ત્યારે આગેવાનોએ કહ્યું હતું કે, રક્તદાન માત્ર રક્તનું દાન નથી, પરંતુ કોઈ અજાણ્યા જીવનને બચાવવાની અમૂલ્ય ભેટ છે. આ સેવાકીય કામને સફળ બનાવવા માટે સમય કાઢી રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ મોરબી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો અને ખાસ કરીને આ રક્તદાન કેમ્પમા બહેનોએ પણ રક્તદાન કર્યુ હતું જે ખરેખર રબારી સમાજમા એક નવી પહેલ થઇ રહી છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી. આ કેમ્પને સફળ બનાવવા માટે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ(સમરસ) ટ્રસ્ટીઓ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News