મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો


SHARE







મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો

મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસે રિક્ષામાં ઓછા ભાવે પેસેન્જરને બેસાડીને લઈ જતા યુવાનની સાથે બે સગાભાઇઓએ બોલાચાલી અને ઝઘડો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેને ગાળો આપીને ધોકા વડે શરીરે માર માર્યો હતો અને માથાના ભાગે છરી મારી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા  ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના કાંતિનગર વિસ્તારમાં જુબેદા મસ્જિદની બાજુમાં રહેતા આશિફભાઈ રજાકભાઈ કોલીયા (23) સલીમભાઈ ગુલામભાઈ કાદર અને હાજીભાઈ ગુલામભાઈ કાદર રહે. બંને કાંતિનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ પોતાની રિક્ષામાં પેસેન્જરને ઓછા ભાવે લઈ જતા હતા જે બાબતનો ખાર રાખીને સલીમભાઈએ તેને ગાળો આપી હતી ત્યારબાદ હાજીભાઈને બોલાવતા બંને આરોપીઓ સાથે મળીને ફરિયાદીને ધોકા વડે શરીરે માર માર્યો હતો તથા હાજીભાઈએ છરી વડે માથાના ભાગે ફરિયાદીને માર મારતા ગંભીર ઇજા થઈ હતી અને મોઢા ઉપર માર માર્યો હોવાથી ફેક્ચર જેવી ઇજા થઈ હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા ત્યારબાદ યુવાને નોઘાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News