મોરબીમાં સ્વ. રમેશભાઈ અજાણાની પ્રથમ માસિક પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો
મોરબીના મહેન્દ્રનગર ગામે સ્કૂલ પાસે ખુલ્લી કુંડીને બંધ કરવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખની માંગ
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામે સ્કૂલ પાસે ખુલ્લી કુંડીને બંધ કરવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખની માંગ
મોરબીના મહેન્દ્રનગર ગામે સ્કૂલ પાસે વરસાદી પાણીના નિકાલની ખુલ્લી કુંડી છે અને ત્યાં નાખવામાં આવેલ પાઇપ પછી યોગ્ય રીતે માટીનું પુરણ કરવામાં આવ્યું નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ તાત્કાલિક કુંડીને રીપેર કરીને ખોદવામાં આવેલ ખાડા બાદ માટીનું યોગ્ય રીતે પૂરણ કરવાની માંગ કરી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ જણાવ્યુ છે કે, મહેન્દ્રનગર સ્કૂલ પાસે વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવેલા પાઇપ અને બનાવમાં આવેલ કુંડી છેલ્લા 20 દિવસથી ખુલ્લી છે. અને સ્કૂલ નજીક ખુલ્લી કુંડી હોવાથી કોઈ વિદ્યાર્થીઓ કે બાળક તેમાં પડી જાય અને કોઈ અઘટિત બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી મોરબી મહાનગરપાલિકા તંત્રની રહેશે. આ કામમાં થયેલી બેદરકારી તેમજ હલકી ગુણવત્તાના કામ અંગે સ્થાનિકો લોકોમાં ચર્ચા ચાલી રહી છે. જેથી આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તો તેની તાત્કાલિક તપાસ કરીને જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.