ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો
SHARE
હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો
હળવદના ચરાડવા ગામે ગેરેજ ધરાવતા યુવાનની દુકાન પાસે ઉપરડો કરેલ હોય જેને ટ્રેક્ટર લોડરથી ઉપાડતા સમયે ગેરેજ પાસે ઉકરડાનો કચરો ફેલાઈ ગયો હતો જેથી યુવાને કચરો ઉપાડવા માટે કહ્યું હતું તે બાબતે તેની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી તેમજ ઢીકાપાટુનો તથા પાવડાના હાથા વડે માથા અને કાન પાસે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદના ચરાડવા ગામે રણછોડરાયના મંદિર પાસે રહેતા દશરથભાઈ ભાવસિંહભાઈ પઢીયાર (34)એ મેહુલ નવઘણભાઈ ભરવાડ રહે. ચરાડવા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છેકે, ચરાડવા ગામે સમલી જતા રોડ ઉપર તેઓની મઢુલી ઓટો ગેરેજ નામની દુકાન આવેલ છે અને ત્યાં આરોપીએ ઉકરડો કરી નાખેલ હોય આરોપી ટ્રેક્ટર લોડરથી ઉકરડો ભરતા હતા ત્યારે ફરિયાદીના ગેરેજ પાસે ઉકરડોનો કચરો ફેલાયેલ હતો જે ભરવા માટે ફરિયાદી કહ્યું હતું અને તે વાત સામે વાળાને સારી નહીં લગતા તેણે ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને ઢીકા પાટુનો માર માર્યો હતો તેમજ પાવડાના હાથા વડે ફરીયાદીને માથામાં અને કાન પાસે માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને બાદમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ઝેરી જનાવર કરડી ગયું
મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતા મુસાભાઇ હાજીભાઈ (40) નામના યુવાનને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.