હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત સૌરાષ્ટ્ર યુનિ. કક્ષાએ યોજાયેલ ટેબલટેનિસ ટુર્નામેન્ટમાં મોરબીના બે ખેલાડીઓ બન્યા વિજેતા મોરબીના મહેન્દ્રનગર ગામે સ્કૂલ પાસે ખુલ્લી કુંડીને બંધ કરવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખની માંગ  મોરબીમાં સ્વ. રમેશભાઈ અજાણાની પ્રથમ માસિક પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો ટંકારામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ: રેલીમાં હજારો લોકો જોડાયા વાંકાનેર એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે સતત બીજી વખત દિનેશભાઇ હૂંબલ બિનહરીફ


SHARE







મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે સતત બીજી વખત દિનેશભાઇ હૂંબલ બિનહરીફ

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની મહાસમિતિની સાધારણ સભા ગત શનિવારને તા.8/8/2026 નાં રોજ નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં રાણેકપર પ્રા. શાળા ખાતે મોરબી જિલ્લા પ્રા.શિ. સંઘનાં પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં મહાસમિતિના 109 સભ્યો તથા શિક્ષક મિત્રોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તકે મોરબી જિલ્લા પ્રા.શિ. સંઘના હિસાબોની વિગતો રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પ્રા.શિ. સંઘના નવા પ્રમુખ તરીકેની દરખાસ્ત મુકવામાં આવી હતી જે બિનહરીફ જાહેર થયેલ છે.

શિક્ષકોના હિત માટે હંમેશા ચિંતિત અને શિક્ષકોના પ્રશ્નોને વાચા આપનાર દિનેશભાઇ હૂંબલની સતત બીજી વખત બિનહરીફ પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પ્રમુખની વરણી બાદ હોદ્દાની રૂએ પ્રમુખ દ્વારા મોરબી જિલ્લા પ્રા.શિ. સંઘના મહામંત્રી તરીકે પ્રફુલભાઈ નાયકપરાની વરણી કરવામાં આવી હતી અને પ્રમુખ દ્વારા ઉદબોધનમાં શિક્ષકોના હાલ રહેલા પ્રશ્નો તથા સમસ્યાઓ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તથા આગામી સમયનું વિઝન રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મહાસમિતિના સભ્યોએ નવનિયુક્ત પ્રમુખ તથા મહામંત્રીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને આવકાર્યા હતા આ તકે ગત વર્ષના મોરબી જિલ્લાના તમામ ઘટક સંઘના પ્રમુખ/ મહામંત્રીઓનું પણ મોરબી જિલ્લા પ્રા.શિ. સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. નવા વરણી થયેલ પ્રમુખ તથા મહામંત્રી દ્વારા મોરબી જિલ્લાના શિક્ષકોના શક્ય તેટલા બધા જ પ્રશ્નોના સોલ્યુશન માટે બનતા બધા પ્રયત્નો કરવાની બાંહેધરી આપવામાં આવી હતી.






Latest News