મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે


SHARE







મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ દેશભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરવા હર ઘર તિરંગા અભિયાન અન્વયે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ૧૩ ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે તિરંગા યાત્રા "વંદે માતરમ્ @૧૫૦" ની વિશેષ થીમ હેઠળ યોજાઈ રહી છે. આ ઝુંબેશ અંતર્ગત મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ તથા સમગ્ર જિલ્લામાં વિવિધ દેશભક્તિસભર કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લા કક્ષાની મુખ્ય તિરંગા યાત્રા તા. ૧૩/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૯:૦૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પ્રારંભ થઈને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ સુધી યોજાશે. યાત્રાના પ્રસ્થાન સ્થળે 'વંદે માતરમ્'નું સંપૂર્ણ સામૂહિક ગાન કર્યા બાદ તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવવામાં આવશે. આ યાત્રાના સમગ્ર રૂટ પર શાળાના નાના-નાના બાળકો દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા અને પ્રસ્તુતિઓ કરવામાં આવશે.






Latest News