સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે સરપંચ દ્વારા કરાયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત


SHARE





ટંકારાના હરબટીયાળી ગામે સરપંચ દ્વારા કરાયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત

ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામે આવેલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ભ્રષ્ટ્રાચાર કરવામાં આવેલ છે તેની તપાસ કરવા માટે ગુજરાત પ્રદેશ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે.

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે આવેલ પંચાયતમાં સરપંચ દ્વારા કરવામાં આવતા કામોમાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવી રહ્યાની માહિતી તેઓને મળેલ છે. જેમાં કૈલાસડેરીથી સ્ટેટ હાઇવે સુધી વરસાદી પાણીના નિકાલના કામમાં ભ્રષ્ટ્રાચાર, આંગણવાડી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલના કામમાં ભ્રષ્ટ્રાચાર, સમશાન ન સામે વાવવામાં  આવેલ વ્રુક્ષા રોપણના કામમાં ભ્રષ્ટ્રાચારની તપાસ કરાવવા માટે રજૂઆત કરીને તાત્કાલિક  યોગ્ય પગલા  લેવાની માંગ કરી છે અને જો કાર્યવાહી નહિ કરવામાં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે.




Latest News