મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ગામે કુદરતી હાજતે ગયેલ વૃદ્ધનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE











વાંકાનેરના સિંધાવદર ગામે કુદરતી હાજતે ગયેલ વૃદ્ધનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ પાસે કાસમપરામાં પાણીની કેનાલ પાસે વૃદ્ધ કુદરતી હાજતે ગયા હતા અને અકસ્માતે તેઓ કેનાલમાં પડી જતા કેનાલમાં વરસાદી પાણી ભરેલ હોય તેમાં ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલ લાવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવરન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના સિંધાવદર ગામે કાસમપરામાં રહેતા આહમદભાઇ હૈયાતભાઇ પરાસરા (66) નામના વૃદ્ધ કેનાલ પાસે કુદરતી હાજતે ગયા હતા અને અકસ્માતે કેનાલમાં પડી ગયા હતા ત્યારે કેનાલમાં વરસાદી પાણી ભરેલ હોવાથી તે પાણીમાં ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મકસુદભાઇ મહમદભાઇ પરાસરા (35) રહે. કાસમપરા સિંધાવદર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા રીનાબેન જયેશભાઈ (30) નામની મહિલાને ઘરે હતી ત્યારે ત્યાં ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે

વૃધ્ધ સારવારમાં

મોરબીના બગથળા ગામે રહેતા કાંતિભાઈ પ્રેમજીભાઈ વાંસડિયા (74) નામના વૃદ્ધ નિત્યાનંદ સોસાયટી રાજનગર પાસે બાઈકમાંથી પડી ગયા હતા જેથી તેને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીમાં રોયલ પાર્ક ખાતે રહેતા હરેશભાઈ શંકરભાઈ ચાવડા નામના વ્યક્તિનું બાઇક બેલ ગામ નજીક સ્લીપ થઈ ગયું હતું જેથી તેઓને ઇજા થતાં સારવારમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવેલ છે. 






Latest News