મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારાના સાવડી ગામે ઘરે ઈલેક્ટ્રીક વલોણાથી છાશ બનાવતા સમયે શોર્ટ લાગતા વૃદ્ધાનું મોત


SHARE













ટંકારાના સાવડી ગામે ઘરે ઈલેક્ટ્રીક વલોણાથી છાશ બનાવતા સમયે શોર્ટ લાગતા વૃદ્ધાનું મોત

ટંકારાના સાવડી ગામે રહેતા વૃદ્ધા પોતાના ઘરે ઈલેક્ટ્રીક વલોણા વડે છાશ બનાવતા હતા દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાવવાના કારણે તેનું મોત નિપજ્યું હતું અને તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા જીવીબેન માવજીભાઈ દુબરીયા (62) નામના વૃદ્ધા પોતે પોતાના ઘરે હતા અને ઈલેક્ટ્રીક વલોણા વડે છાશ બનાવતા હતા તે વખતે તેઓને ઈલેક્ટ્રીક શોટ લાગવાના કારણે તે વૃદ્ધાનું મોત નીપજયુ હતું અને ત્યાર બાદ તેના મૃતદેને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ થતાં ઇજા

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા પ્રભુભાઈ મોહનભાઈ ડાભી (56) નામના વૃદ્ધ સિટી મોલ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ મોહનભાઈ સોનાગ્રા (59) નામના વૃદ્ધ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે જા થવાથી તેને સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News