મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના નવા મકનસર ગામે શાળાના નવનિર્મિત બિલ્ડીંગનું ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયાએ કર્યું લોકાપર્ણ મોરબીના શનાળા ગામે તળાવમાં મૃત્યુ પામેલા માછલીઓનો મનપા દ્વારા નિકાલ કરાયો મોરબીના જેતપર ગામે કાલે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: સમગ્ર ગુજરાતનાં ખેડૂતોને રક્તદાન કરવા કરાયું આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા તલાટી કમ મંત્રીઓએ એક દિવસીય પ્રતિક ધરણા કરી પડતર માંગણીઓ દોહરાવી


SHARE











મોરબી જિલ્લા તલાટી કમ મંત્રીઓએ એક દિવસીય પ્રતિક ધરણા કરી પડતર માંગણીઓ દોહરાવી

મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના નેજા હેઠળ તલાટીઓએ આજથી સરકાર સામે પડતર પ્રશ્ને મોરચો મંડયો છે. જેમાં આજે મોરબી જિલ્લા તલાટી મંત્રીઓએ પડતર પ્રશ્ને સવાર થી ધરણા કરી રહા છે.

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની તા.૭ સપ્ટેમ્બરના રોજ મળેલ કારોબારી સભામાં થયેલ નિર્ણય મુજબ તલાટી કમ મંત્રી કેડરના સરકારમાં પડતર પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની વારંવારની રજુઆતો છતાં પણ કોઈ સુખદ ઉકેલ ન આવતાં ઉપરોક્ત કારોબારીમાં સર્વાનુમતે નક્કી થયા મુજબ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા તા.૭ ના રોજ તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી આગામી સમયમાં કરવાના થતાં વિરોધના તબક્કાવાર કાર્યક્રમ આપવામાં આવેલ છે. જે દરમિયાન આજે મોરબી જિલ્લા તલાટી મંત્રીઓએ પડતર પ્રશ્ને તાલુકા પંચાયત ખાતે મંડપ નીચે ધરણા યોજયા હતા અને પડતર માંગણીઓ મુદદે સરકાર ધ્યાન આપે તેવી લાગણી વ્યકત કરી હતી.






Latest News