મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું 


SHARE







મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું 

વરસાદની ઋતુ શરૂ થતાં જ ઝૂંપડપટ્ટી અને કાચા મકાનોમાં રહેતા અનેક પરિવારો માટે પોતાના પરિવારને વરસાદથી બચાવવાની ચિંતા વધી જાય છે. આવી જ ચિંતાને થોડું ઓછી કરવાનો પ્રયાસ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા ૧૦૦ જરૂરિયાતમંદ પરિવારોને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉલેખનીય છે કે, આ તાડપત્રી લેવા માટેની રકમ સંસ્થાના સભ્યના બાળકોના જન્મદિવસ નિમિત્તે આપવામાં આવેલ દાનમાંથી મળી હતી અને બાળકો પણ નાનપણથી જ સેવકીય કર્યા તરફ વળે તેવા ભાવ સાથે સંસ્થાના બહેનો દ્વારા અ પ્રોજેકટ કરવામાં આવ્યો હતો. અને ચોમાસા પહેલા જરૂરિયાત મંદ પરિવારને તાડપત્રી મળી જવાથી તેઓએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. અને અંતમાં સંસ્થાના બહેનોએ જણાવ્યુ હતું કે, સમાજસેવા અને માનવકલ્યાણના વિવિધ પ્રકલ્પો માટે દાન અને સહયોગનું હંમેશા સ્વાગત કરવામાં આવે છે જેથી જે કોઈપના દાતાઓ આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન આપવા ઇચ્છતા હોય તેઓ સંસ્થાના મોબાઈલ નંબર 90169 76954 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News