મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સરદારબાગ પાસે બોલેરો ચાલકે રિક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ આધેડનું મોત


SHARE











મોરબીમાં સરદારબાગ પાસે બોલેરો ચાલકે રિક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ આધેડનું મોત

મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસે થોડા દિવસો પહેલા રિક્ષાને બોલેરોના ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને ઇજા પામેલા આધેડ રિક્ષા ચાલકેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓનું આજે વહેલી સવારે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની હોસ્પિટલ સુત્રો દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામે રહેતા કાનજીભાઈ દેવજીભાઈ વાઘેલા નામના ૫૫ વર્ષીય આધેડ રીક્ષા ચલાવવાનું કામકાજ કરતા હોય મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસેથી તેઓ તેમની રિક્ષા લઈને જતા હતા ત્યારે ગત તા.૨૨-૭ ના સવારે દશેક વાગ્યે અજાણ્યા બોલેરોના ચાલકે તેમની રીક્ષાને હડફેટ લેતા ઇજાઓ થવાથી કાનજીભાઈ વાઘેલાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન આજે વહેલી સવારે ત્રણ વાગ્યે કાનજીભાઈ દેવજીભાઈ વાઘેલાનું મોત નીપજયું છે.જેથી કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી છે જેની આગળની તપાસ એ.એમ.ઝાપડીયા ચલાવી રહ્યા છે.

બાળકી સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ ગામે રહેતા કનેશભાઈ વસુનિયાની આઠ માસની દિકરી ભૂમિકાબેન તેઓના ઘેર રમતા રમતા પાણીની ડોલમાં પડી ગઈ હતી અને પોતે પાણી પી જતાં તેણીને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવ અંગે હોસ્પિટલ સૂત્ર દ્વારા જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા આ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.






Latest News