મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા
હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
SHARE
હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
હળવદના દેવપુર (સુખપર) ગામે નદી ઉપર આવેલા પુલ નજીક ડમ્પર ટ્રક કોઈપણ જાતની આડશ રાખ્યા વગર ઊભો રાખવામાં આવેલ હતો તે ડમ્પરની પાછળના ભાગમાં બાઇક અથડાયું હતું જેથી બાઇક લઈને જઈ રહેલા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ હળવદને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને હાલમાં ઇજા પામેલ યુવાન હેઠળ સારવાર હેઠળ છે દરમિયાન ઇજા પામેલા યુવાનના ભાઈએ ડમ્પર ટ્રકના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદના દેવપુર (સુખપર) ગામે રહેતા સુરેશભાઈ ગાડુંભાઈ દેકાવાડીયા (38)એ હાલમાં ડમ્પર ટ્રક નંબર જીજે 36 એક્સ 5318 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, સુખપર ગામ ખારી નદી પર આવેલા પુલ નજીકથી તેઓના મોટાભાઈ અશોકભાઈ બાઈક નંબર જીજે 1 બીસી 6241 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પરના ચાલકે કોઈ પણ પ્રકારની આડશ રાખ્યા વગર ત્યાં રસ્તા વચ્ચે પોતાનું વાહન ઊભું રાખ્યું હતું અને ડમ્પરના પાછળના ઠાઠાના ભાગે ફરિયાદીના મોટાભાઈનું બાઈક અથડાઈ ગયું હતું અને અકસ્માત નો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના મોટાભાઈને હાથે પગે અને શરીરે ગંભીર ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત બાદ ટ્રક ડમ્પરનો ચાલક પોતાના હવાલા વાળું ડમ્પર સ્થળ ઉપરથી લઈને નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે ઈજા પામેલા યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ટ્રકના ચાલક સામે ગુનો નોંધી આરોપને પકડવા માટે શરૂ કરેલ છે ઉલેખનીય છે કે, ઇજા પામેલા અશોકભાઈ હાલમાં રાજકોટ ખાતે સારવાર હેઠળ છે અને તેઓ કોમામાં છે.