મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો !
મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
SHARE
મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
મોરબીના મચ્છુનગર વિસ્તારમાં મંદિર પાસે અને બાયપાસ રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં જુગારની 2 રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 11 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારના બે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી દલવાડી સર્કલ નજીક આવેલ મચ્છુનગરમાં મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા બાલુભાઈ રેવાભાઇ ખીટ, ચકુભાઈ થોભણભાઈ પરસાડિયા, છન્નાભાઈ ખોડાભાઈ રાતડીયા, રાજુભાઈ બાબુભાઈ ચાવડીયા, વિપુલભાઈ બેચરભાઈ લામકા, રાજુભાઈ અરજણભાઈ રાઠોડ રહે. બધા મચ્છુનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 84,500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જ્યારે જુગારની બીજી રેડ સનાળા બાયપાસ નજીક લાયન્સનગર વિસ્તારમાં કરવામાં આવી હતી ત્યાં સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા, નિમેષભાઈ હરેશભાઈ માવજીયા, હરેશભાઈ દીપકભાઈ દેલવાણીયા, દિપકભાઈ હનુભાઈ કસકીયા અને સુભાષભાઈ દિલીપભાઈ હળવદિયા રહે. બધા લાયન્સનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 33,500 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને ગુના નોંધાયા છે