મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો !
SHARE
મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો !
મોરબીના ખરેડા ગામે વાડીમાં કરેલ મગફળીના પાક ઉપર એક શખ્સે ટ્રેક્ટર ફેરવી દીધું હતું જેથી તેને ટ્રેકટર ફેરવવાની ના કહેતા ખેડૂતને પથ્થર વડે માર માર્યો હતો જેથી ખેડૂતને નુકસાન અને માર માર્યો હોવાની ટ્રેક્ટર ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા બચુભાઈ મહાદેવભાઇ ચાડમીયા (55)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ કૂગસિયા રહે. ખરેડા વાળાની સામે નુકસાની અને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે ખરેડા ગામની સીમમાં તેઓની વાડી આવેલ છે અને તે વાડીની અંદર મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ત્યાં આરોપીએ ફરિયાદીના મોલ ઉપર ટ્રેક્ટર ફેરવીને પાકને નુકસાન કર્યું છે જેથી ફરિયાદીએ ટ્રેક્ટર ફેરવવાની ના પાડતા ઉસકેરાઈ ગયેલા આરોપીએ પોતાના હાથમાં રહેલા પથ્થર વડે મારમારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.